જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના દાણીધાર ગામમાં આવેલ શ્રી નાથજીદાદા ની જગ્યાએ 400મો સમાધિ દિવસ ઉજવવામાં આવ્યો. દાણીધાર ગામમાં શ્રી નાથજીદાદા ની 400 વરસ જૂની સમાધિ આવેલ છે.આ સમાધીને આજે 400 વર્ષ સમાધિને પુર્ણ થતા 108 કુડી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ 108 કુડી હવન માં 432 જેટલા જોડકા એ હવનમાં આહુતિ આપી હતી… વિદ્વાન શાસ્ત્રીજી દ્વારા હવનમાં બેસેલ જોડકાઓ ને હવન કરાવ્યો. આ ધાર્મિક કાર્યમાં મોટી સંખ્યામાં લોકો જોડયા અને પુ્ણ્ય નું ભાથું બાંધ્યુ… આ કાર્યમાં મોટી સંખ્યામાં કાલાવડ અને આજુબાજુ ના વિસ્તારના લોકોએ સમાધિ દિવસ ઉત્સવમાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ હતું
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર