જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગોલણીયા ગામમાં દુધાળા ડેમ પાસે આવેલ નદીમાં 3 યુવકો ડૂબી ગયા હતા રાજકોટના 3 યુવાનો ગોલણીયા ગામમા આવેલ દુધાળા ડેમની બાજુની નદીમાં નહાવા પડ્યા હતા ત્યારે અચાનક ડૂબી ગયા હતા તેમાંથી એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે અન્ય બેનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ થતાં ધારાસભ્ય મેઘજી ચાવડા અને ગામલોકો ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ કાલાવડ અને જામનગર ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે ડૂબી ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરી હતી