જામનગર નજીકના આમરા ગામમાં ચોમાસું કેવું રહેશે તેને લઈ ૪૦૦ વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે. હાલના સમયમાં વરસાદ માટે હવામાન ખાતા દ્વારા ભલે આગાહીઓ થતી હોય, પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પદ્ધતિઓથી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે. જામનગર નજીક આવેલા આમરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં ગામમાં આવેલા એક કુવામાં બે રોટલાઓ ફેંકી રોટલાની દિશા નક્કી કરવામાં આવે છે અને રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી થાય છે કે વર્ષ કેવું રહેશેઆજે જે રોટલા ફેંકવામા આવ્યા તેમાં એક રોટલો ઉગમણી દિશામાં ગયો છે. જેથી ગામલોકોના મતે આ વર્ષ વરસાદ સારો રહેશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે
રિપોર્ટર સંજય મર્દનીયા,જામનગર