હર ઘર વૃક્ષારોપણ કરી. હું પર્યાવરણ દિવસના દિવસે વૃક્ષ વાવીશ અને પર્યાવરણનું જતન કરીશ. તેવી નેમ સાથે જામકંડોરણા ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જામકંડોરણામાં પોલીસ લાઈન ખાતે પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી જામકંડોરણા પીએસઆઇ ડોડીયા સાહેબ દ્વારા 1100 વૃક્ષો વાવી તેમજ તેમનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો રેન્જ આઇજી અને જીલ્લા પોલીસ વડા ની સુચના થી.. પંચોતેર લાખ વૃક્ષ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લક્ષ પૂરું કરવા માટે જામકંડોરણા પોલીસ લાઈન ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું વધુમાં પીએસઆઇ ડોડીયા એ જણાવ્યું હતું કે…વિશ્વ પર્યાવરણ દિને. સહું સંકલ્પ લઈએ કૃષિ ઉદ્યોગ શિક્ષણ જેવા જે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચતમ શિખરો સર કર્યા છે તેને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ
અહેવાલ….. પ્રવિણ દોંગા જામકંડોરણા