૭૭ મા સ્વતંત્રતા દિવસની જામકંડોરણા તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં જામકંડોરણા મામલતદાર કે. બી. સાંગાણીના હસ્તે ધ્વજવંદનનો કાયૅક્રમ યોજાયો હતો. આ સાથે આ ઉજવણીના ભાગ રૂપે શાળાના બાળકોએ આબેહૂબ વેશભૂષા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કયૉ હતા તેમજ પોલીસ પરેડ, રાષ્ટ્રગાન, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાયૅક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .આ સાથે શ્રેષ્ઠ શિક્ષકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનુ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે આ ઉજવણીમાં જામકંડોરણા મામલતદાર કે. બી. સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી એચ. એમ. ભાસ્કર, પોલીસ સબ ઈન્સપેકટર ડોડીયા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, વેપારી અગ્રણી નાથાભાઈ બાલધા, ચંદુભાઈ લુણાગરીયા,લીલાભાઈ ભંડેરી તેમજ ગામના સરપંચશ્રી, આગેવાનો, અધિકારીઓ, સ્કુલના બાળકો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.
રીપોટૅર:-મનસુખ બાલધા-