જામકંડોરણા પંથકમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. જેમાં જામકંડોરણા તાલુકાના પીપરડી બંધીયા ઉજળા બોરીયા ગામો ના લોકો ની હાલત કફોડી બની જવા પામી છે જેથી જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એ જળબંબાકાર જેવી પરીસ્થિતિ ને પહોંચી વળવા અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત કરીને લોકોને હૂંફ આપી હતી. જામકંડોરણા માં સતત વરસતા વરસાદમાં ગામડાઓમાં ધારાસભ્ય જયેશભાઈ કોમનમેન માફક પહોંચ્યા હતા ભારે વરસાદ થવાથી નદી નાળા ચેકડેમો સંપૂર્ણ ભરાઇ ને વહેતા થયા છે. તેમજ પાણી ભરાયા હોય તેવા સ્થળ પર લોકોને ના જવા અપીલ કરી હતી. તેમજ કોઈપણ પ્રશ્ન હોય તો પહોંચી વળવા માટે પણ તેમણે ખાતરી આપી હતી.
અહેવાલ… પ્રવિણ દોંગા જામકંડોરણા