રાજકોટ જિલ્લામાં સતત વરસાદ વરસી રહેલ છે અને ગત રાત્રે જામકંડોરણામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના પગલે ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને જામકંડોરણામાં ધોરાજી નાકા અને જલારામ મંદિર વિસ્તારમાં આ પાણી ઘરમાં ઘુસી ગયા હતા જેમાં લોકોની ઘરવખરી અને કિરાણું પણ પલળી ગયું હતું. પુર જેવી સ્થિતિને લઈને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી સાથે સરકાર દ્વારા તમામ મદદ માટેની સરકાર દ્વારા પ્રયત્ન કરવાની બાહેંધરી આપી હતી સાથે જ જયેશ રાદડિયાએ જામકંડોરણા ગોંડલ રોડના પુલ ની કામગીરી ની પણ મુલાકાત કરી હતી,વરસાદના કારણે ફોફલ નદી માં ડાયવર્જન ધોવાય જતા તેનું પણ નિરીક્ષણ કર્યું હતું કોન્ટ્રાક્ટરોને પુલની કામગીરી ઝડપથી પૂરી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી
બાઈટ.. ધારાસભ્ય જયેશ રાદડિયા
પ્રવિણ દોંગા જામકંડોરણા