જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે પાણી ભરેલ કૂવામાં બે પિતરાઈ ભાઈઓ ન્હાવા ગયા બાદ ડુબી જતા તેઓના મોત નિપજ્યા હતા. જેથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી તેમજ બન્ને બાળકો ન્હાવા ગયાના ઘણા સમયથી પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ કરી પરંતુ બન્ને બાળકો ન મળતા પરીવારજનો મુશ્કેલીમાં મુકાયા બાદ મોડી રાતે બન્ને બાળકોને સ્થાનિક લોકોની મદદથી કુવા માંથી બહાર કાઢી તાત્કાલિક રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા બંને બાળકોનુ મુતયુ નિપજ્યું હોવાનું જાહેર કરતા નાના એવા લુણસાપુર ગામ શોકમાં ફેરવાઈ ગયું હતું બન્ને બાળકોના મોતથી સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
અશોક મણવર અમરેલી