સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના ગામોને સ્વચ્છ રાખવા તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી તેને ડસ્ટીંગ સ્ટેશને લઈ જઈને યોગ્ય નિકાલ કરી શકાય તે હેતુથી મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત દ્વારા એક-એક ટ્રેકટર અને ટ્રોલી ફાળવવામાં આવ્યા છે. જેમાંથી આજે ૧૫ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવામાં આવ્યા હતા જે પૈકી મોરબી તાલુકાના ધનુડા, ટંકારા તાલુકાના છતર, હળવદ તાલુકાના રમણલપુર અને માનગઢ, માળિયા તાલુકાના જુના ઘાટીલા, તરઘરી, કુંતાસી તથા વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, સિંધાવાદર, ભાયાતી જાબુંડિયા એમ મળી કુલ ૧૫ ગ્રામ પંચાયતોના ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ટ્રેક્ટર ટ્રોલીની ફાળવણી કરવામાં આવી છે. ૧૫ મું નાણાપંચ વર્ષ- ૨૦૨૨-૨૩માં જિલ્લાની ૧૦% ગ્રાન્ટમાંથી ૬૭ લાખ ૫૦ હજારના ખર્ચે મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટોલી ફાળવવામાં આવ્યા છે જેનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.