જસદણમાં કૈલાસનગર ખાનપર રોડ પર ચાર ચોક વચ્ચે સતત ૨૨ વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે. ઇકો ફ્રેન્ડલી નવરાત્રીની થીમ સાથે નાની નાની બાળાઓને ચકલીના માળા અને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં ખૂબ સારો સંદેશ પહોંચે પક્ષીઓ પ્રત્યેની જાગૃતા ફેલાવા તેમજ વૃક્ષનો ઉછેર કરવા માટેની લોકોને હિમાયત કરવામાં આવી હતી. મંડપ ફરતે ઇકો ફ્રેન્ડલી નવરાત્રી ને છાજે એવો બેનરો લગાવવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે ઘનઘોર અંધારામાં માત્ર એક થાંભલા પર લેમ્પ લગાવી કોઈ મંડપ કે શણગાર વગર શરૂ થયેલી આ ગરબી આજે ચાર ચોક વચ્ચે દિવડાની જેમ ઝળહળે છે ત્યારે આ ગરબીના આયોજનના સંચાલક તરીકે કોઈ મોટું મંડળ નહી પરંતુ વાસુકિયા રસીલા અને વાસુકિયા શીતલ આ બંને બહેનો જ ગરબીનું સમગ્ર સંચાલન કરે છે. આ બહેનો જણાવે છે કે પાડોશી તરફથી ખુબ સારો સહકાર મળે છે. ઈકો ફ્રેન્ડલી નવરાત્રીની ઉજવણીના ભાગ રૂપે અહી સેવ બર્ડ ગ્રુપ જીવ દયા ગ્રુપના સચિનભાઈ ભટ્ટ અને દીપકભાઈ વાઘેલાના સહયોગથી ગરબીની બાળાને પક્ષી ઘર અને વૃક્ષ સેવા હેલ્પ આપી સુંદર નવી પહેલ કરવામાં આવી હતી.
જસદણમાં બે બહેનો દ્વારા પર્યાવરણનું જતન કરવાના હેતુસર 22 વર્ષથી થતું પ્રાચીન ગરબીનું આયોજન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -