જસદણના નાની લાખાવડ ગામે રહેતા લાલજીભાઇ સાપરાના બંધ મકાનમાં મંગળવારે રાત્રે ઓચિંતા બ્લાસ્ટ થયા હતા ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી અને આખું મકાન છત અને દીવાલ સાથે ધરાશાયી થઈ ગયું હતું લાલજીભાઈનો પરિવાર વાડીએ રહેતો હોય રાત્રે મકાન બંધ કરી બધા વાડીએ જતા રહ્યા પછી આ ઘટના ઘટી હતી ઘરમાં ડીજેનો સામાન પણ રાખ્યો હતો મકાન બંધ હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી આગ અંગે કંટ્રોલમાં જાણ કરતાં તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ઘટનાને પગલે જસદણ પોલીસ, LCB, SOG, એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બ્લાસ્ટ શેમાંથી થયો હતો તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ