જસાપર ગામે આવેલી ભાદર નદીમાં ન્હાવા પડેલા દિપક ગોરસવા નામના દેવી પૂજક યુવાનનો ઊંડા પાણીમાં ગરકાવ થતાં મૃત્યુ થયું હતું. તેમજ સમગ્ર ઘટનાની જાણ થતાં જસદણ નગરપાલિકાના ચિફવ ઓફીસર દ્વારા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ રવાના કરવામાં આવી હતી. જયાં અડધી કલાક શોધખોળ હાથ ધાર્યા બાદ દિપકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. આ સાથે યુવાનનું મૃત્યુ થતાં પરીવાર માં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેમજ ધટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે પરિવાર સાથે વાત કરતાં સામે આવ્યું હતું કે યુવકનું માનસિક અસ્થિર હતું. આ સાથે આટકોટ પોલીસ પણ ધટના સ્થળે દોડી ગઈ હતી.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ