23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જંબુસર નગર અને તાલુકામાં આન-બાન અને સાન સાથે આઝાદીના 77માં મહાપર્વની ઊજવણી


 

જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે વિસ્તારના નવનિયુક્ત જનતના હૃદયસમ્રાટ ધારાસભ્ય દેવકિશોર સ્વામીના કરકમલો દ્વારા ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાયું હતું તો પ્રાંત કક્ષાનો ધ્વજરોહણ કાર્યક્રમ આમોદ તાલુકાના “માતર”ગામે યોજાયો,પ્રાંતઅધિકારી દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી તાલુકા કક્ષાનો કાર્યક્રમ જંબુસર તાલુકાના “વેડચ” મુકામે યોજાયો જેમાં મામલતદાર દ્વારા ધ્વજ લહેરાવી આઝાદી પર્વ માનવવામાં આવ્યું. જંબુસર નગરપાલિકા અને કોટદરવાજા વિસ્તારમાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદિની ઉપસ્થિતિમાં ધ્વજરોરોહણ કરાયું હતું સ્કૂલૉ, કોલેજો, શાળાઓ, પોલીસ અફસરો અને પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, કોર્ટ, કચેરીઓમાં ધ્વજ ફરકાવી સહુએ માં ભારતીનું ઋણ અદા કર્યું હતું જંબુસર નગરમાં અને તાલુકામાં અબાલવૃદ્ધ સહુમાં અનેરો ઉત્સાહ આનંદ અને દેશભક્તિનો માહોલ જામ્યો હતો “મારી માટી મારો દેશ”અંતર્ગત  ઠેર-ઠેર વીરોને નમન અને 75-75વૃક્ષ દેરક ગામ અને નગરમા રોપવામાં આવ્યા છે.

 

 

મનીષ પટેલ જંબુસર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -