બે દિવસ પહેલા જંબુસરના ગ્રામ્ય વિસ્તાર કોરા ગામે બે વર્ષીય બાળક ઉપર શ્વાને હુમલો કર્યાની ઘટના બની હતી. જંબુસર નગરમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. જંબુસર નગરમાં વહેલી સવારે શ્વાન બે બાળકો અને ત્રણ વ્યક્તિઓને કરડ્યા હતા. અમન પાર્કમાં રહેતા મોહમ્મદ સિરાજ પઠાણ ઉંમર વર્ષ 10 અને મોહમ્મદ નબીલ સલીમ ઉંમર વર્ષ 10 તેઓને પગ અને હાથના ભાગમાં બચકા ભર્યા હતા, તેમજ મુખતિયાર શેખ ઉંમર 45 વર્ષ રહે કસ્બા યાસ્મીન શેખ 52 વર્ષ રહે કાગજ ફળિયા તેઓ પણ શ્વાનના આતંકના ભોગ બન્યા હતા.વહેલી તકે શ્વાનને પકડવા અને તેનું ખસીકરણ કરવા સોસાયટીના રહીશોની માંગ છે અને નગરપાલિકાના જે તે અધિકારી વહેલી તકે શ્વાનને પકડી પિંજરામાં પુરે એવી લોક માંગ છે
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.