જંબુસર તાલુકાના ઉમરા નોબાર ગામ વચ્ચે ખાડા અને રોડ ઉપર પડેલી ગ્રીપોના કારણે ડ્રાઈવર સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ગેસ ભરેલું ટેન્કર રોડ ઉપરથી ઉતરી બાજુના કાસમાં ગરકાવ થઈ ગયું હતું અકસ્માતમાં ટેન્કરને ભારે નુકસાન થયું હતું જોકે અકસ્માતમાં ડ્રાઈવરનો સદનસીબે બચાવ થયો હતો નોબાર અને કાવી રોડ ઉપર પડેલા ખાડા અને અત્યંત પડેલી મોટી ગ્રીપોને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે છતાં વહીવટી તંત્ર રોડ ઉપર પડેલા ખાડા અને ગ્રિપો રીપેરીંગ કામ કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુવે છે