ચોટીલામાં ઠેરઠેર રખડતાં આંખલાઓથી ચોટીલાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે
ત્યારે ચોટીલા મેઇન બજારની અંદર ફરી એકવાર આખલાનું યુદ્ધ જોવા મળ્યું હતું
સાકડી બજારમા સામસામે આખલાઓ બાખડતા આખી બજાર ખાલી થઈ ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો લાંબા સમય સુધી આખલાનું યુદ્ધ ચાલતા આટલાઓને છૂટા પાડવા માટે લોકોએ પ્રયાસ કર્યો હતો અંતે આખલા છૂટા પડતા લોકોએ રાહત નો શ્વાસ અનુભવ્યો હતો આ આખલાના ત્રાસથી લોકોને ક્યારે મુક્તિ મળશે ? તેવું ચોટીલા શહેરીજનોમા ગણગણાટ જોવા મળે છે.
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.