ચોટીલા નેશનલ હાઇવે પર જોલી એનજોય વોટરપાર્ક સામેથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે યુવકને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે મ્રુતક યુવક મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ સુરત રહેતો હોવાની વિગતો સામે આવી છે હત્યાના બનાવના સ્થળથી પાંચ કિલોમીટર દુર રાજકોટ તરફ બિનવારસી હાલતમાં ટ્રક મળી આવતા મ્રુતક ટ્રકનો ડ્રાઇવર કે ક્લિનર હોવાની આશંકા છે
હત્યાના બનાવને લઇને જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, LCB SOG સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં ૪ હત્યાના બનાવ નોંધાતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે
રિપોર્ટર મુકેશ ખખ્ખર