ચોટીલા નેશનલ હાઇવે ઉપર જિલ્લા પોલીસ તેમજ એસ.ટી. વિભાગ દ્વારા જલારામ મંદિર સામે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન છ વાહનો ડીટેન કરવામાં આવ્યા તેમજ 15000/- રૂપિયાનો રોકડ દંડ સહિત 20 કેસો કરવામાં આવ્યા હતા. તેમજ નેશનલ હાઈવે ઉપર લોડિંગ વાહનોમાં ગેરકાયદેસર રીતે ખીચોખીચ પેસેન્જર ભરી પેસેન્જર નું વહન કરતા હોય છે
ત્યારે અનેક વાહન ચાકલકો પોલીસ ની ઝપેટ ચડ્યા હતા. ત્યારે આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ગણી ન શકાય તેટલા મહીલાઓ નાના બાળકો પુરુષો યુટીલીટી પીકપ ડાલા ની અંદર તેમજ કેબીન ઉપર બેસાડી હાઇવે નીક્યો હતો આ સાથે જ જે પી.એસ.આઇ. એન.એસ. સોલંકી દ્વારા આ પીકઅપ ને રોકાવી ડીટેન કરવામાં આવી હતી. તેમજ યુટીલીટી પીકપ પોલીસ દ્વારા રોકાવતા જ અંદરથી સડસડાટ પેસેન્જરો ઉતરી અને ચાલતી પકડી હતી આ સાતે જ આટલા બધા પેસેન્જર બેસાડી નેશનલ હાઇવે ઉપર નીકળતા વાહન ચાલકોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા.
રિપોર્ટર મુકેશ ખખ્ખર