ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જે જાડેજા ની સૂચનાથી એ.એસ.આઇ. દોલતભાઈ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી ખાનગી બાતમી આધારે ખેરડી ગામની સીમમાં રમેશભાઈ ડાયાભાઈ વાઘેલાની વાડીના શેઢે દરોડો પાડી ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમત ખેરડીના જ પરસોતમભાઈ જગાભાઈ કોબીયા, પ્રદીપભાઈ શિવકુભાઈ ખાચર, મનુભાઈ નાથાભાઈ બાવળીયા, રમેશભાઈ ડાયાભાઈ વાઘેલા અને ઉદયભાઇ કેહાભાઈ સાકરીયાને ઝડપી પાડી જુગારધારા હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.