ચોટીલામા જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે ચોટીલા નગરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યુ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મીટીંગ યોજાઇ હતી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ ચોટીલા દ્વારા જન્માષ્ટમી ના રોજ ચોટીલા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે આ શોભાયાત્રા ને સફળ બનાવવા માટે સમસ્ત સમાજ નાં લોકો, વિવિધ મંડળો હાજર રહી સફળ બનાવવા માટે યાયોજન કરવાં આવ્યું છે આ શોભાયાત્રા પોપટ પરા મા આવેલ રામદેવજી મંદિર થી સાધુસંતો, સામાજિક આગેવાનો અને નગર જનો ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી યાત્રા પ્રથાન કરશે ત્યાથી થાન રોડ, શાસ્ત્રી નગર, રબારી સમાજ નેસ, ચોટીલા મેઇન બજાર,મોટી જગ્યા, દરબાર ગઢ, જૂના બસસ્ટેશન,ખાંડીપલોટ, થી રામ ચોક ખાતે શોભાયાત્રા પુર્ણ થસે આ શોભાયાત્રામા દરેક સમાજ ના લોકો ને જોડાવા માટે ચોટીલા વિશ્વ હિન્દુ પરિષદે હાકલ કરી છે
રિપોર્ટર મુકેશ ખખ્ખર