ચોટીલાના રામચોક ખાતે આવેલ મામાની સ્કૂલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પની અંદર 100થી વધુ દર્દીઓ લાભ લીધો હતો આ નિદાન કેમ્પમાં બાળ રોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક ડોક્ટર, ડેન્ટિસ્ટ તેમજ દરેક રોગના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા તમામ દર્દીઓને મેડિકલ સ્ટોર ચોટીલા દ્વારા ફ્રીમાં દવા પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ મોગલ કૃપા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો કેમ્પ દરમિયાન આ કાર્યક્રમમાં સહયોગ આપનારાઓનુ તેમજ સીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.