રવિવારે રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને નવરંગ નેચર ક્લબ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ચોટીલાની પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે સવારે ૮ વાગ્યાથી રાહતદરે કેસર કલમી આંબા, કાલીપતી ચીકુ, નારિયેળી, ચેરી, ફૂલછોડ, ગુલાબ, વેલ, કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ, મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીસમસ ટ્રી, ઓરા, જેવા અલગ અલગ પ્રકારના રોપા તેમજ વિવિધ પ્રકાર ના દેશી ઓસડીયા અને અળસિયાનું ખાતર વગેરે રાહત ભાવે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ખરીદી કરી હતી. ફકત ૨ કલાકમાં ૩૦૦૦ ચોપડાની ખરીદી કરી લીધા હતા.આ બંને કાર્યક્રમને સફળ બનાવવા રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસીનખાન પઠાણ, મેહુલભાઈ ખંધાર, જ્યોતિબેન સિતાપરા, પાયલબેન મોરી, નીરાલીબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, તસ્લીમબેન પટેલ, જીતેન્દ્રસિંહ જાડેજા, મોઈનખાન પઠાણ, વિજયભાઈ ચાવડા, ફૈઝાનભાઈ મકડા, મઝહરભાઈ પરમાર, મહિરાજસિંહ ઝાલા, ઈમાનખાન પઠાણ વેગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર મુકેશ ખખ્ખર