હિન્દુ ધર્મની અંદર નાગ પંચમીનું વિશેષ મહત્વ હોય છે ત્યારે ગામો ગામ ની અંદર નાગ પંચમીનો ઉત્સવ ઉજવાતો હોય છે અને નાગપૂજન થતું હોય છે ત્યારે ચોટીલા ની અંદર ગોગા બાપાના મંદિરે નાગ પંચમી ઉત્સવ ઉજવાયો હતો ગોગા બાપાના મંદિરે અનેક ગામોથી દર્શનાર્થીઓ દર્શને આવતા હોય છે ત્યારે ગઈકાલે નાગ પંચમીના દિવસે સવારે ધજા ચડાવી બપોર અને સાંજે ભવ્ય આરતી કરી ત્યારબાદ ભોજન ની વ્યવસ્થા હતી અને આખી રાત રમેલ નું આયોજન કરી નાગ પંચમી ઉજવાય હતી
રિપોર્ટર મુકેશ ખખ્ખર