ચુડા શહેરમાં છેલ્લા બે વર્ષથી ચુડા ગ્રામ પંચાયતના નવા સરપંચની બોડી આવ્યા પછીની પાણીની કુલ બેદરકારી દર્શાઈ રહી છે ત્યારે ચુડા ના પીપળીયાપા.રામનાથ વાડી.હાલાજી ની કુઈ.વાંઢાની માંડવી વિસ્તાર માં એક મહિનાથી પાણી ન મળતા 100 થી વધુ મહિલાઓ અને પુરુષો ચુડા ગ્રામ પંચાયતે દોડી આવ્યા હતા ત્યારે મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયતના કર્મીઓને બહાર કાઢી પંચાયત ને તાળાબંધી કરી રોષ વ્યક્ત કરતા કહેવામાં આવ્યું હતું કે અમારે ન છૂટકે કુવા બોરમાં પાણી ભરવા જવું પડે છે સાથે સાથે વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છીએ મહિલાઓને પાણી માટે બેડા ઉપાડવાનો વારો આવ્યો છે મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચુડાના ગ્રામ પંચાયતના સરપંચ કનૈયાલાલ વાણીયા રાજીનામું આપે તેવી અમારી લોકોની માંગ છે અમોને જાણી જોઈને લોકોને પાણીથી વંચિત રાખવામાં આવે છે પાણી બાબતે હેરાન કરવામાં આવે છે અને જોરાવરપરા વિસ્તારમાં એ.ટી.એમ પાસે 20 દિવસે પાણી આપવામાં આવે છે તે પણ અધૂરું પાણી આપી વાલમેન દ્વારા લોકો સાથે ઓરમાર્યું વર્તન કરે છે ચુડા શહેરના લોકોએ પીવા નુ પુરતુ પાણી ન મળતાં ચુડા તાલુકા પંચાયત કચેરી ખાતે થાળી અને વેલણ વડે થાળી ખખડાવી વિરોધ દર્શાવ્યો હતો અને તાલુકા પંચાયત કચેરી ખાતે રજુઆત પણ કરી હતી કે અમને જાણી જોય પાણી આપવામાં આવતુ નથી સાથે સાથે ચુડા તાલુકા પંચાયત કચેરી ખાતે પીવા ના પાણી માંટે પોકાર કરવામાં આવ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચુડા શહેર ના લોકો ને પીવા માટે પાણીના પ્રશ્ને નો કયારે અંન્ત આવે છે
મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા