એક બાજુ ચુડાનાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અકબંધ છે ત્યારે અમુક વિસ્તારોમાં વધુ પાણી વિતરણ કરાતાં પાણીનો બગાડ થતો હોય લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે ચુડા ગ્રામ પંચાયતનાં અણઘડ વહીવટના કારણે પાણીની સમસ્યા પીછો છોડતી નથી ત્યારે આ લાલપરાનાં એક વિસ્તારમાં 20 કલાકથી વધુ સમયથી પીવા માટેનું પાણી વિતરણ કરવામાં આવતા પાણીનો બેફામ રીતે વેડફાટ થઈ રહ્યો છે. લોકો નળ ચાલુ રાખીને પાણી ગટર મારફતે ગોખરવાળાનાં રસ્તે પીયત માટે મોકલી દેવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.