મોજીદડ ખાતે શહીદ વીર મહીપાલસિંહ વાળાને વિરાંજલી આપવામાં આવી હતી. તેમજ આ વિરંજળી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા. તેમજ તેઓએ રાત્રે આઠ વાગે પાંચ મીનીટનુ મૌન પાળ્યા બાદ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જડેશ્વર મહાદેવથી ધંધુકા રોડ ને જોડતા માર્ગને વીર શહીદ મહિપાલસિંહ વાળા માર્ગની જાહેરાત કરવામાં આવી હતી. જે હાલ આ શહીદ માર્ગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે વીર શહીદ મહિપાલસિંહ વાળા માર્ગને તેમના જન્મદિવસ 15મી ઓગસ્ટે નામકરણ કરવામાં આવશે. તેમજ તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટના કાર્યક્રમની ઉજવણી પણ મોજીદડ ખાતે કરવામાં આવશે. આ સમયે વીર શહીદ મહિપાલસિંહ વાળાની તકતીનું પણ અનાવરણ કરવામાં આવશે. તેમજ આ જ દિવસે આ શહીદ મહિપતસિંહ વાળા માર્ગ પર મોટી સંખ્યામાં બહારથી આવેલા અધિકારીઓ મહેમાનો તેમજ ગ્રામજનો જોડાઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટેની હાંકલ કરવામાં આવી છે. આ સાથે અત્રે ઉલ્લેખનીય છે કે વીર શહીદ મહિપાલસિંહના ઘરે તેમના ધર્મપત્નીએ દીકરીબાને જન્મ આપ્યો છે અને તેઓને પણ આર્મીમાં સામેલ કરવામાં આવશે તેવું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું. ત્યારે આ પરિવારે પોતાના રાષ્ટ્રભૂમિ પ્રત્યે આપેલ બલિદાનને વંદન કરવાનું મન થાય……..