ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે જેથી ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતના લોકોમાં જશનનો માહોલ જોવા મળ્યો છે આ ત્યારે ગોંડલમાં ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ તેની ઉઆજવની કરી હતી. તેમજ શહેરના ટાઉનહોલ ખાતે ચંદ્રયાન સફળ લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું તેમજ ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ થતા ભાજપ આગેવાનો હાથમાં તિરંગા લઈ ભારતમાતા કી જય, વંદે માતરમ ના નારા લગાવ્યા હતા આ સાથે ભાજપ આગેવાનો એ મોં મીઠા કરી માંડવી ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી,.