ચંદ્ર પર ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ થવાનું હોય ત્યારે દેશભરમાં પ્રાર્થના તેમજ દુઆનો સિલસિલો જોવા મળ્યો હતો અરવલ્લી જિલ્લાના વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી ભક્તો પણ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી હતી તો ઠેર – ઠેર યજ્ઞો પણ આયોજિત કરવામાં આવ્યા હતા ભારતીય વૈજ્ઞાનિકોની કઠોર મહેનત સફળ થાય તે માટે દેશભરમાં આ પ્રકારે પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા હતા