ગોંડલ જેતપુર રોડ પર આવેલ સાંઢિયા પુલ ની નીચે આવેલ અજંતા નગર, મોહનનગર અને વૃંદાવન નગર, આવકાર સોસાયટી માં રહેતી 50 પણ વધુ મહિલાઓ દ્વારા ખરાબ રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગંદકી ને લઈને શહેરના મુખ્ય રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો સ્થાનિક મહિલાઓ એ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં નથી કાંઈ ભૂગર્ભ ની વ્યવસ્થા કે નથી કોઈ ગટરની વ્યવસ્થા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી તેને લઈને સ્થાનિક મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો સ્થાનિક મહિલાઓનું એવું કહેવું છે કે અમે સતત પાંચ વર્ષથી અહીંયા સોસાયટીમાં રહીએ છીએ હેરાન થઈએ છીએ છોકરાઓને સ્કૂલમાં પણ ચોમાસા દરમિયાન રજાઓ પડે છે સ્કૂલ બસ કે કોઈ વાહનો સોસાયટીમાં રોડ રસ્તા ખરાબને લઈને અંદર આવતા નથી જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે શાકભાજી કે દૂધવાળા તે પણ કોઈ સોસાયટીમાં અંદર આવતા નથી વહેલી માં વહેલી તકે અમને ખરાબ રોડ રસ્તામાંથી મુક્ત કરે એવી અમારી માંગણી છે શહેર પોલીસ સ્થળ પર પોહચી ને ચક્કાજામ દૂર કરાયો હતો અને વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.