નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ની ઉપસ્થિતિમાં ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ જનમેદની વચ્ચે ટ્રેનરો દ્વારા યોગાના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા. તેમજ યોગ દિવસની ઉજવણીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, જીલ્લા કલેકટર પ્રભવભાઈ જોષી, તાલુકા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલ, મામલતદાર ચાવડા સહિતના જીલ્લાના રાજકીય આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ, સામાજીક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આશરે 3000 હજારથી પણ વધુ યુવાનો, મહિલાઓ, વૃધ્ધો અને બાળકો દ્વારા યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.