ગોંડલ શહેરમાં ઘોઘાવદર રોડ સરગમ પાર્ક – 2 માં રહેતા સુલતાનભાઈ કૈડા તેમના પુત્ર મોહમ્મદ યુસુફ સાથે મોટી બજાર માં 22 જૂને પ્લબિંગનું કામ કરવા ગયા હતા.તે દરમ્યાન મકાનના ત્રીજા માળે લોખંડની સીડી વિજ તારને અડી જતા 3 વ્યક્તિઓને વીજ કરંટ લાગ્યો હતો અને ઇજા થઈ હતી જેમાં મોહમ્મદ યુસુફ કૈડને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર ઈજાઓ હોવાથી તેઓને વધુ સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોહમ્મદ યુસુફ કૈડાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેમજ મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ યુસુફનું આકસ્મિક મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.