ગોંડલ પંથકના વાતાવરણ માં અચાનક પલટો થતાં ધૂળની ડમરી અને આકાસમાં કાળા ડિબાંગ વાદળો છવાતા મીની વાવાઝોડા અને કરા સાથે તોફાની વરસાદ આવ્યો હતો. જેથી અસહ્ય ગરમી અને બાફરા માંથી લોકો ને રાહત મળી હતી તેમજ તાલુકાના ઘણા ગામોમાં 2 થી 3 ઈંચ વરસાદ પડ્યો હતો અને પડવલા ની છાપરવડી નદી માં આવ્યું પુર પણ આવ્યું હતું તેમજ તોફાની વરસાદને લઈને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા આ ઉપરાંત ગોંડલના અક્ષરધામ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ રીક્ષા ભારે પવન થી ચાલતી થતાં બુગદામાં ખાબકી હતી આ અંગે અનેક રજુઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકો નો રોષ પણ દેખાયો હતો.