રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર શેમળા પાસે છોટા હાથી અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો. ઇજાગ્રસ્ત લોકોમાં પોરબંદર પાસેના દેવળામાં રહેતા બારૈયા પરિવારના 6 સભ્યો તથા રાજકોટના રીક્ષા ચાલકને ઇજા થતાં તેઓને ગોંડલ અને કોલીથડની બે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.