ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન આગામી 5 સપ્ટે. થી 11 સપ્ટે સુધી કરવામાં આવશે. જે અંતર્ગત પાલિકા દ્વારા બંધ કવરમાં મંગાવેલ ટેન્ડરો આજે નગર પાલિકા કચેરી ખાતે ખોલવામાં આવતા નગર પાલિકા ઓયોજીત લોકમેળાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવમાં આવી હતી. તેમજ જન્માષ્ટમી લોક મેળાના બંધ કવરમાં આવેલ 5 ટેન્ડરો માંથી ઉંચામાં ક્રિપાલસિંહ જાડેજાનું 45,05,000/-નું ઉંચામાં ટેન્ડર ખુલ્યું હતું. આ સાથે નગર પાલિકાને જન્માષ્ટમી લોકમેળાના ગ્રાઉન્ડનું ગતવર્ષ કરતા 9.50 લાખ કિંમત ઓછી આવી હતી.