ગોંડલ તાલુકાના રાવણા ગામ ખાતે શિવ પંચાયત તથા રામ દરબાર દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા તારીખ 21થી 23 સુધી એમ ત્રણ દીવસનું ભવ્ય આયોજન સમસ્ત રાવણા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી બે ગામ ભોજન પ્રસાદ ધુંવાડાબંધ રાખેલ હતું રાવણા ગામની સાસરે ગયેલ દરેક બહેન દીકરીયુઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ઘરે ઘરે રંગોળી, તોરણ તેમજ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો સાણથલી નિવાસી શાસ્ત્રી શ્રી પિયુષપ્રસાદ વ્યાસ દ્વારા પ્રાણપ્રતિષ્ઠાની વેદોક્ત વિધિ કરવામાં આવી હતી જેમાં 11 કુંડી યજ્ઞમાં 42 દંપતી બેઠા હતા દરરોજ રાસ ગરબા તેમજ ભવ્ય લોકડાયરાનું નું આયોજન કરવામાં આવ્યું શ્રી શિવજી મંદીર તથા રામજી મંદિર જીણોદ્ધારના મુખ્ય દાતા શેઠ શ્રી ભૂરા કાળા પરીવાર દ્વારા 43.51 લાખ આપવામાં આવ્યા હતા તેમજ ઝાડવા દાદા દ્વારા 7 લાખ 77 હજાર 777 રૂપિયા આપવામાં આવ્યા હતા તેમજ ગામના દાતાઓ દ્વારા ભવ્ય દાન આપવામાં આવ્યું હતું
ગોંડલ તાલુકાના રાવણા ગામને આંગણે શિવ મંદીર અને રામજીમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -