ગોંડલ ગુંદાસરા ગામે કુવામાંથી કોહવાય ગયેલી હાલતમાં યુવકની લાશ મળી આવી છે સાયનેક્સ ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલ ખેતરના કુવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ગોંડલ ફાયર ટીમ સ્થળ પર પોહચીને કુવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહ પી.એમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ ફોરેન્સિક પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કુવામાં પાણી ચેક કરવા જતા વાડી માલિકને મૃતદેહ તરતો હોવાની જાણ થઈ 45 ફૂટ ઊંડા કુવામાં આશરે 20 ફૂટ જેટલું પાણી ભરેલ હતું