રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર સતત વોચ રાખતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને વધુ એક વખત સફળતા મળી છે જિલ્લા પોલીસને વધુ એક વખત ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોંડલ તાલુકાના ગુંદાળા પાટીદડ રોડ પર રિદ્ધિ સિદ્ધિ વેરહાઉસ નંબર-3ના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન 46 લાખનો 14336 બોટલ દારૂ, એક ટ્રક અને કુરિયર વેન મળી કુલ રૂપિયા 88,09,735નો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના દિનેશ કેશારામ કાછેલા અને સંદીપ મારવાડીની ધરપકડ કરી હતી આ ગોડાઉન રવિના નામનું હોય તેણે સાત માસથી ભાડે આપ્યું હોવાનું અને આ બંને કુરિયર કંપનીની આડમાં દારૂનું કટિંગ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.