ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પનું રિબડા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા પીડિત અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રિબડા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નિમિતે માનવ મહેરામણ ઉમટયું હતું મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા માટે ઉમટ્યા હતા સંતો મહંતો અને મહાનુભવોની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો સૌરાષ્ટ્રની 8 જેટલી વિવધ બ્લડ બેંકો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી રહી છે પુણ્યતિથિએ માનવસેવા, ગૌસેવા અને રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6.00 થી બપોરે 2.00 કલાક સુધી મહારાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઇ-વે રીબડા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિન્હ શૂભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા હતા.