ગોંડલના ઘોઘાવદર ગામ નજીક કારને અકસ્માત નડ્યો હતો ઘોઘાવદર ગામ પાસે ગોળાઈ પર કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કાર ઝાડ સાથે અથડતા કારમાં સવાર 4 મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી ચારેય મિત્રો જેતપુરથી દેવળા મંદિરે દર્શન કરવા જતાં હતાં ઇજાગ્રસ્તોને પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતના બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી