32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલનાં રાજાશાહી સમયના બન્ને પુલના ફીઝીકલ રિપોર્ટ બાવીસ દિવસમા રજુ કરવા હાઇકોર્ટનો આદેશ


ગોંડલના ભગવતપરા સામાકાંઠાને જોડતા ગોંડલી નદી પરનાં રાજાશાહી સમયના અંદાજે સોથી સવાસો વર્ષ જુના બન્ને પુલને સમારકામની તાતી જરુરીયાત હોય નગરપાલીકાને વારંવારની રજુઆતો છતા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા દાખવી ના હોય એડવોકેટ અને સામાજીક આગેવાન યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ કરાઇ હતી.યતિષભાઇ દેસાઇએ જણાવ્યુ કે મોરબી પુલ હોનારતની ઘટનાને ટાંકી નગરપાલીકાનાં નિંભર તંત્રને ઢંઢોળવા અનેક પ્રયાસો કરાયા હતા. છતા બન્ને પુલ અંગે તંત્ર દ્વારા આજ સુધી ઘોર બેદરકારી દાખવાઇ છે. હાઇકોર્ટ દ્વારા આજે તા.૬ નાં પીઆઇએલની સુનવણી હાથ ધરાતા યતિષભાઈ દેસાઈ દ્વારા રજુ કરાયેલા એવીડન્સ ધ્યાને લઈ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારની ટીમ દ્વારા બન્ને પુલની ફીઝીકલ ચકાસણી કરી તા.૨૮\૬ સુધી મા રિપોર્ટ રજુ કરવા હુકમ કરાયો છે.હાઇકોર્ટે નગર પાલીકા દ્વારા રજુ કરાયેલા ટેકનીકલ રિપોર્ટની જાટકણી કાઢી અમાન્ય ગણાવ્યો છે.અરજદાર યતિષભાઈ દેસાઈ પક્ષે વકીલ રથીનભાઇ રાવલે દલીલો કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -