“મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અન્વયે રાજકોટ મહાનગરપાલિકામાં દસ સ્થળોએ યોજાઈ રહ્યા છે કેમ્પ”
ગુજરાત સરકારના ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા. ૩૦/૦૫/૨૦૨૫ સુધી રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા દસ સ્થળોએ બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૦૭ થી ૧૫ વર્ષના ૧૦૦ બાળકોને સવારના ૭ થી ૯ વાગ્યા સુધી પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારે “મેદસ્વિતામુકત ગુજરાત” અભિયાનને વેગવંતુ કરવા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ અભિયાનમાં બાળકોને આવરી તેઓ શાળાના વેકેશનનો સદુપયોગ કરી શકે તે માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશિક્ષિત ટ્રેનર અને કોચ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ અને કસરતથી જીવનમાં નિયમિતતા, શિષ્ટતા, શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કેળવાઈ છે. ઉપરાંત ટ્રેનર્સ દ્વારા બાળકોએ પૌષ્ટિક આહાર આરોગવાથી શરીર અને મનને થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે આ સમર યોગ કેમ્પમાં વધુ બાળકો જોડાય તે માટે WWW.GSYB.IN લીંક પર રજીસ્ટ્રેશન કરવા રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ કો-ઓર્ડીનેટર શ્રી મીતાબેન તેરૈયા અને વેસ્ટ કો-ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રાએ અનુરોધ કર્યો છે.