જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે આપણાં ગુજરાત રાજ્યના બાળકો પોતાની પ્રતિભાથી સમગ્ર રાષ્ટ્રમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના બાળકોમાં રહેલી પ્રતિભાને વિશેષ વેગ મળે એવા શુભાશયથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે. તેમાં ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 22 થી 23 ડિસેમ્બર 2023 દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિધ્યાલય રાજકોટના પાવન પરિસરમાં યોજવામાં આવ્યું હતું. જેમાં બાળ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા તૈયાર કરેલ અવનવી કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળામાં હસ્તે કરવાંમાં આવ્યું હતું. અને બાળકોની કૃતિઓ નિહાળવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.