ગીર ગઢડા તાલુકાના ઉમેદપુરા ગામ ખાતે ખોડીયાર માતાજીના મંદિરે વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગીર ગઢડાથી ઉમેદપુરા રોડ ઉપર આવેલા ખોડીયાર માતાજીના મંદીરે ઉમેદપુર ગામથી મગનભાઈ પાનસુરીયા તેમજ વિઠ્ઠલભાઈ પાનસુરીયા દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે પૂનમ ભરવામાં આવી હતી તેમજ ખોડીયાર માતાજીના મંદિરના મહંત કાનજી ભગત દ્વારા બપોરના 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ખોડીયાર માતાજીના મંદિરે દાતા મગનભાઈ પાનસુરીયા દ્વારા યોજાયેલ મહાપ્રસાદમાં 500 થી 700 ભક્તોએ લાભ લીધો હતો