ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ ખાતે ગણેશ સ્થાપન કરી ગણેશ મોહત્સવનો શુભારંભ કર્યો હતો. તેમજ રાજકોટના રેસકોર્સ ખાતે યોજાયેલ આ ગણેશ મોહત્સવ દરમિયાન રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ગણેશ મોહત્સવનો શુભારંભ રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર, ધારાસભ્ય સહિતના સ્થાનિક નેતાઓના હસ્તે ગણેશ પૂજા કરી કરવામાં આવ્યો હતો. તેમજ રાજકોટના ધારાસભ્યો સહિત સ્થાનિક નેતાઓએ લોકસભા ની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ ને જંગી બહુમતી મળે તેવી પ્રાર્થના બપ્પાને કરી હતી.