ખાંભાના પાટી અને રાયડી ગામ વચ્ચે આવેલા એક ખેતરમાં ખેતી કરી ગુજરાન ચલાવતા સુરેશભાઈ જીવરાજભાઈ સુહાગીયા ઉમર 60 અને તેમના માતા દૂધીબેન સુહાગીયા ઉ.95ની આજે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વૃધ્ધ માતાની વાડીની ઓરડી નજીકથી જ્યારે પુત્રની ખેતરમાંથી લાશ મળી આવી હતી બનાવની જાણ થતાં ડીવાયએસપી હરેશ વોરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી બંને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા છે. આ બનાવને લઈ પોલીસ દ્વારા આસપાસના ખેડૂતોના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી એલસીબી, એસઓજી, ખાંભા અને રાજુલા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઇરાદે બનાવ બન્યો હોય તેવી શંકાએ પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.
રિપોર્ટર સંજય વાળા ધારી