આજે સાવર થી જ ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી ખંભાળિયામાં આજનો 10 થી 02 સુધી નો 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ધોધમાર વરસાદ આવતા ખંભાળિયાનો જીવાદોરી સમાન પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ 17 ફૂટ ભરાયો હતો. તેમજ ઘી ડેમમાં નવા પાણીની આવક થતાં લોકોમાં પણ હરખની હેલી પ્રસરી હતી.