કોડીનાર તાલુકાના ચૌહાણની ખાણ ગામનું નામ જ વર્ષો પહેલાની પથ્થરની ખાણ ના નામ પરથીજ પડ્યું છે.અહીં 3 વિઘા જેટલી વિશાળ ખાણ આવેલી છે.પથ્થર નીકળી ગયા બાદ આ ખાણ નો ખાડો એક વિશાળ તળાવ જેટલો વર્ષોથી જેમનો તેમ છે.ચોમાસામાં આ ખાણમાં પાણી ભરાઈ.પરંતુ આ વર્ષ તો આ ખાણ છલોછલ ભરાઈ ગઈ છે.જેનું જળ સ્તર ખેતરોની સપાટી કરતા પણ ઉંચું હોવાને કારણે આસપાસના 150 વિઘા જેટલા ખેતરોમાં પાણીના રેચ ફૂટી રહ્યા છે.વર્તમાન ચોમાસામાં ભારે વરસાદને લઈને આમ પણ ખેતરોમાં પાણી ભરાયા હતા.અધૂરામાં પુરૂ આ ખાણ ભરાઈ જતા મગફળી,સોયાબીન, બાજરી સહિતના પાકમાં મોટી નુકશાની સંભવી રહી છે.ચૌહાણની ખાણ ગામે આવેલી પથ્થરની આ ખાણમાં આસપાસના ખેતરો ગામનું પાણી પણ આવે છે.કોડીનારની સીમનું અને નદીનું પાણી પણ આ ખાણમાં આવે છે.પાણી ના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.કુદરતી રીતે પાણી નીકળવાનો રસ્તો અવરોધાયેલો છે.માનવ સર્જિત આ ખાણ હવે આફતરૂપ બની રહી છે.ત્યારે ગામના લોકોની માંગ છે કે પાઇપલાઇન કે કેનાલ બનાવી આ ખાણનું પાણી અન્યત્ર વહાવવામાં આવે તો ખેતરોની નુકશાની ઘટે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ