સમગ્ર રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદિ માહોલ સર્જાયોછે ત્યારે કેશોદ તાલુકામાં બાર તારીખથી શરૂ થતાં અત્યાર સુધીમાં દસ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં એકાદ દિવસ મેઘરાજાએ વિરામ લેતા થોડા ઘણાં ખેડુતોએ વાવણી કાર્ય શરૂ કર્યુ હતું પરંતુ ફરીથી મેઘરાજાનું આગમન થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ ખેતરો લીલા હોવાથી વાવણી કાર્ય પુર્ણ થયું નથી આઅ સાથે મોટાભાગના વિસ્તારોમાં વાવણી કાર્ય બાકી હોય ખેડુતો વરાપની રાહ જોઈ રહ્યા છે. તેમજ બિપોરજોય વાવાઝોડાને કારણે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વિજ પુરવઠો ખોરવાતા વિજ ગ્રાહકો પરેશાની ભોગવી રહયા છે. આખો દિવસ વિજ પુરવઠો બંધ હોવાથી તેમજ થ્રી ફેઈઝ વિજ પુરવઠો બંધ રહેતા પાણીના ટાકાઓ અને કુડાઓ ન ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ