સ્વચ્છતા પખવાડિયા સ્વચ્છતા એ જ સેવા 2023 અંતર્ગત 1લી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પૂર્વે શ્રદ્ધાંજલિ આપવા માનનીય વડાપ્રધાન શ્રી તથા મુખ્યમંત્રીશ્રીના આહવાન અનન્વયે સમગ્ર ભારતમાં તથા ગુજરાતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણી અનુસંધાને કેશોદ માં ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમ અનુસંધાને પહેલી તારીખથી એક પખવાડિયા સુધી એક કલાક ના સૂત્ર સાથે મહા શ્રમદાન માં એસ.ટી. વિભાગીય નિયામક શ્રીમાળી સાહેબ, ડેપો મેનેજર ભિલ સાહેબ, સિદ્ધરાજ સિંહ રાયજાદા નગરપાલિકા ના નવનિયુક્ત યુવા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા તથા હોદેદારો , નગરપાલિકાના સદસ્યો, તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર , આર.પી.સોલંકી, જયેન્દ્ર ઉનડકટ હરેશભાઈ, પંડયાભાઈ વગેરે સભ્યો આ સ્વચ્છતાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને એસ.ટી.નાં જુદા જુદા વિભાગો સાફ કરી સ્વચ્છ બનાવેલા હતા આ રીતે મોદીજીના કાર્યને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી સ્વચ્છતા એ જ પ્રભુતા કાર્યને સફળ બનાવેલ હતું સાથે જ સફાઇ અભિયાન અંતર્ગત ભારત વિકાસ પરિષદ અને નગર પાલીકા દ્વારા એક પખવાડિયામાં કેશોદનાં વિવિધ વિસ્તારોમાં સફાઇ કાર્ય કરવામાં આવશે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ