કેશોદના સોંદરડા ગામેથી કેવદ્રા ગામના રસ્તા પર આવતી નોરી નદીના વહેણમાં એક ગૌ માતા તેમના વાછરડા સાથે પાણીમાં બાવળની સાથે ફસાઇ ગયેલ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ગામના સેવાભાવી યુવાનો ઘટના સ્થળે દોડી જઇ ગાયનું રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવી હતી. ગાયને મહામહેનતે બહાર કાઢી ટ્રેક્ટરની મદદથી કેવદ્રા પુરુષોતમ લાલજી ગૌ શાળા ખાતે લાવવામાં આવી હતી જ્યાં પશુ ડોક્ટર દ્રારા તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી. ગૌરક્ષકોએ જણાવ્યું હતું કે લોકો ગાયને માતા કહે છે પણ અમુક દયાવિહીન માણસો તેમને જરૂર પૂરી થયે છોડી મૂકે છે અને છોડી મુકેલ ગાય કે બળદ પોતાનાં ખોરાક માટે ચરવા માટે નદીકાંઠે જતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બને છે. હાલ કેવદ્રા ગામની ગૌ શાળામાં આ ગાયની સારવાર ચાલી રહી છે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ